Gujarati (ભાષા બાબતે મદદ)

સ્વાન શહેર ઓસ્ટ્રેલિયામાં સાંસ્કૃતિક રીતે સૌથી વધુ વૈવિધ્યસભર સ્થાનિક સરકારી વિસ્તારોમાંનું એક છે. અમે બિન-અંગ્રેજીભાષી ગ્રાહકોને અમારી સેવાઓને ઍક્સેસ કરવા માટે જરૂરી મદદ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.  

અંગ્રેજી ભાષા બાબતે મદદ 

જો તમને તમારી અંગ્રેજી ભાષાના કૌશલ્યો બહેતર બનાવવા માટે સહાયની જરૂર હોય, તો તમે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા ચલાવવામાં આવતા એડલ્ટ માઇગ્રન્ટ ઇંગ્લિશ પ્રોગ્રામ (AMEP) તરફથી સહાયતા મેળવવાપાત્ર બની શકો છો. 

 વધુ માહિતી માટે, AMEPની મુલાકાત લેવા વિનંતી. 

 અર્થઘટન અને અનુવાદ સેવાઓ 

ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રિટિંગ સર્વિસ (TIS) મારફત અમારા બિન-અંગ્રેજીભાષી ગ્રાહકોને અર્થઘટન અને અનુવાદની સેવાઓ અપાય છે. આ સેવા સરકારી એજન્સીઓ, બિન-લાભકારી સંસ્થાઓ અને વ્યવસાયો માટે 160 ભાષાઓમાં ભાષાનું અર્થઘટન પ્રદાન કરે છે. 

 આ સેવાનો ઉપયોગ કરવા માટે, TISને ઓસ્ટ્રેલિયામાંથી 13 14 50 પર અથવા વિદેશથી +613 9268 8332 પર ફોન કરવા વિનંતી. 

 ગૃહ વિભાગ 

ગૃહ વિભાગ ઓસ્ટ્રેલિયામાં કાયમી ધોરણે સ્થાયી થયેલા લોકો અને એડલ્ટ માઇગ્રન્ટ ઇંગ્લિશ પ્રોગ્રામ (AMEP)માં નોંધાયેલા લોકોને મફત અનુવાદ સેવાઓ પ્રદાન કરે છે.  

વધુ માહિતી માટે, ગૃહ વિભાગને 1800 962 100 પર કૉલ કરવા વિનંતી. 

 મહેરબાની કરીને નોંધ લો કે, જો તમે દુભાષિયાની સહાયથી ગૃહ વિભાગનો સંપર્ક કરવા માંગતા હો, તો TISને 131 450 પર ફોન કરવા અને ઑપરેટરને ગૃહ વિભાગનો ફોન નંબર પ્રદાન કરવા વિનંતી. 

ઉપયોગી માહિતી 

સ્વાન શહેરના ગ્રાહક તરીકે, તમને સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડવામાં આવે છે. શહેરનો સંપર્ક કરવા માટે, (08) 9267 9267 પર કૉલ કરવા અથવા swan@swan.wa.gov.au પર ઇમેઇલ કરવા વિનંતી

સ્વાન શહેરમાં તમે મિલકત ધરાવતા હો તો તમારે વેરા ભરવા ફરજિયાત છે. આ શહેરમાં માસિક, ત્રિમાસિક અને વાર્ષિક સહિત ચુકવણીના વિવિધ વિકલ્પો આપવામાં આવે છે.

તમે તમારા વેરા ઓનલાઇન, ફોન પર, અમારા કોઈ એક પુસ્તકાલયમાં અથવા અમારા સમુદાયના હબ કે મુખ્ય વહીવટી ઇમારતમાં ચૂકવી શકો છો.

અમે તમારા ઘર માટે બે ડબ્બા આપીએ છીએ. એક ડબ્બો (લાલ ઢાંકણ) સામાન્ય કચરા માટે છે, જ્યારે બીજો (પીળું ઢાંકણ) રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓ માટે છે.
  
તમારા રિસાયકલિંગ બિનમાં શું નાખી શકાય તે જોવા માટે અમારી રિસાયકલિંગ માર્ગદર્શિકાજુઓ. 
તમારો સામાન્ય કચરાનો ડબ્બો અઠવાડિયામાં એક વાર લઈ જવામાં આવે છે.  રિસાયકલિંગનો ડબ્બો દર પખવાડિયે લઈ જવામાં આવે છે. 

તમારું બિન ક્યારે લઈ જવાશે તે દિવસ શોધો

દરેક પ્રોપર્ટીને વર્ષમાં બે વર્જ કલેક્શનની મંજૂરી છે. તમે અમારી વેબસાઇટ પર આ બુક કરી શકો છો અથવા તમારા કલેક્શનની વ્યવસ્થા કરવા માટે અમારા સંપર્ક કેન્દ્ર (08) 9267 9267 પર કૉલ કરી શકો છો. 

શહેરમાં બે રિસાયકલિંગ કેન્દ્રો છે. સ્વાન શહેરના રહેવાસીઓ આ કેન્દ્રો પર રિસાયકલિંગ માટે ગમે તેટલી વાર કચરો મૂકી જઈ શકે છે. તમને કઈ વસ્તુઓ મૂકી જવાની મંજૂરી છે તે જાણો.

સ્વાન શહેરમાં છ પુસ્તકાલયો છે અને એક પુસ્તકાલયનું પુસ્તક મૂકવાનો પોઇન્ટ.

અમારા પુસ્તકાલયો સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • પુસ્તકો ઉછીના લેવા
  • ઇબુક્સ, મૂવીઝ અને શૈક્ષણિક સંસાધનો ઉધાર લેવા જેવી ઓનલાઇન સેવાઓ
  • જસ્ટિસ ઑફ ધ પિસ સેવા.
  • જાહેર કમ્પ્યુટર્સ
  • મફત Wi-Fi
  • વેરા અને પ્રાણીઓની નોંધણી જેવી શહેરને લગતી કેટલીક ચૂકવણીઓ કરવી.

પુસ્તકાલયના સભ્ય બનવા માટે, સરકાર દ્વારા બહાર પડાયેલું તમારી સહી ધરાવતું ઓળખપત્ર તેમજ તમારા રહેણાંકના સરનામાનો પુરાવો, જેમ કે યુટિલિટી બિલ સાથે લાવવા વિનંતી.

અમારા પુસ્તકાલયોમાં જોડાવું મફત અને સરળ છે. હંગામી રહેવાસીઓ અને મુલાકાતીઓ સહિત, સ્વાન પુસ્તકાલયના સભ્ય બનવા માટે સૌનું સ્વાગત છે.

અમે વૃદ્ધો, પરિવારો, યુવાન લોકો અને વિકલાંગતા ધરાવતા લોકો માટે સહાયક સેવાઓની શ્રેણી પ્રદાન કરીએ છીએ.

આ સેવાઓ તમારા ઘરે અથવા સમુદાયમાં વિવિધ સ્થળે ઉપલબ્ધ હોઈ શકે છે.અમે સામાજિક કાર્યક્રમો અને પરિવહનની સવલત પણ આપીએ છીએ, જેથી તમારે કોઈના પર નિર્ભર ન રહેવું પડે.

અમારી પાસે યુવા કેન્દ્રો પણ છે.

અમારી પાસે વિવિધ અનેક પ્રકારના સ્થળો છે જે તમે ભાડે રાખી શકો:

  • સભાઓ
  • જન્મદિવસ અથવા અન્ય ઉજવણી
  • સમુદાયના મેળાવડા.

ઓરડાથી લઈ મોટા સભાખંડો સુધીના સ્થળો હોય છે. અમુકમાં રાંધવાની સગવડ હોય છે.

રમતગમતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જે માટે બુકિંગ કરાવવું પડે છે.

જો તમે ઘરનું નવીનીકરણ અથવા બાંધકામ કરવા માંગતા હો, તો તમારે આ માટે આયોજન અરજી આપવી જરૂરી છે. અમે તમારી અરજી, મકાન અને જમીનના ઉપયોગ અંગે સલાહ આપી શકીએ છીએ.

તમારી પાસે બિલાડી અથવા કૂતરો હોય, તો તમારે તેની શહેરમાં નોંધણી કરાવવી પડશે. અન્ય કોઈ પાળેલા પ્રાણીને લાયસન્સની જરૂર નથી, સિવાય કે તે કોઈ વિદેશી પ્રાણી હોય, જેમ કે વિદેશથી લાવેલો સાપ.

જો તમારું પાળેલું પ્રાણી ખોવાઈ જાય, તો તે મળ્યું છે કે કેમ તેની તપાસ કરવા તમે અમારો (08) 9267 9267 પર સંપર્ક કરી શકો.

સ્વાન શહેરમાં દર વર્ષે ઘણા જાહેર કાર્યક્રમો થાય છે. અમારા પુસ્તકાલયો તમામ ઉંમરના લોકો માટે ઘણા મફત કાર્યક્રમો અને વર્કશોપનું પણ આયોજન કરે છે, જેમાં થોડા અંગ્રેજી ભાષાના મહાવરાનો પણ સમાવેશ થાય છે.

સ્વાન શહેરની અંદર સ્થિત સ્વાન વૅલીમાંના વ્યવસાયો, ખાસ કરીને ઉનાળામાં ઘણા મોટા કાર્યક્રમો અને જલસાનું આયોજન કરે છે.

નવરાશનો સમય ગાળવા માટે સ્વાનના ત્રણ સક્રિય કેન્દ્રો છે જે જિમ, સ્વિમિંગ પુલ, કસરતના વર્ગો અને અન્ય બાબતોનો ઉપયોગ કરી શકાય તે માટે માસિક સભ્યપદની સવલત આપે છે. આ કેન્દ્રો મિડલેન્ડ, બીચબૉરૉ, એલેનબ્રુક અને બલ્લાજુરામાં સ્થિત છે.

એલેનબ્રુક સ્પોર્ટ્સ હબ સહિત, તમામ પ્રકારની રમતો માટે સમગ્ર શહેરમાં રમતગમતની સુવિધાઓ છે. તમે રમતગમત માટે આમાંથી કેટલીક સુવિધાઓ ભાડે લઈ શકો છો.

તમે સ્વાન શહેરમાં બિઝનેસ ખોલવાનું આયોજન કરી રહ્યા હો, તો અમારી મૈત્રીપૂર્ણ બિઝનેસ સપોર્ટ ટીમ તમને જરૂરી કાગળ કરવામાં મદદ કરી શકે અને સલાહ આપી શકે. (08) 9267 9267 પર અમારો સંપર્ક કરો.

પોતાના વ્યવસાયને વિસ્તારવા માંગતા લોકો માટે તેઓ આવી જ સેવા પ્રદાન કરે છે.

Back to of the page